બાઇબલ વિશે તમે શું વિચારો છો?
શું તમે એમ કહેશો કે એ . . .
-
માણસોના વિચારોનું પુસ્તક છે?
-
જૂના જમાનાની વાર્તાઓ અને દંતકથાઓનું પુસ્તક છે?
-
ઈશ્વર તરફથી મળેલું પુસ્તક છે?
બાઇબલ શું કહે છે?
“આખું પવિત્ર શાસ્ત્ર ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે.”—૨ તિમોથી ૩:૧૬.
બાઇબલમાં ભરોસો મૂકવાથી . . .
આપણને જીવનના મોટા મોટા સવાલોના સંતોષ આપતા જવાબો મળે છે.—નીતિવચનો ૨:૧-૫.
રોજિંદા જીવન માટે ભરોસાપાત્ર માર્ગદર્શન મળે છે.—ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫.
ભવિષ્ય માટે ખરી આશા મળે છે.—રોમનો ૧૫:૪.
બાઇબલ જે કહે છે, એ શું આપણે ખરેખર માની શકીએ?
હા, એમાં માનવાનાં ઓછાંમાં ઓછાં ત્રણ કારણો છે:
-
અજોડ રીતે સુમેળમાં. બાઇબલ અલગ અલગ ચાલીસેક લોકો દ્વારા ૧,૬૦૦ વર્ષના સમયગાળામાં લખાયું હતું. તેઓમાંના મોટા ભાગના એકબીજાને કદી મળ્યા ન હતા. તોપણ આખું બાઇબલ એક મુખ્ય વિષયની સુમેળમાં છે!
-
સાચો ઇતિહાસ. દુનિયાના ઇતિહાસકારો મોટા ભાગે પોતાના લોકોની નિષ્ફળતા છુપાવતા હોય છે. પણ બાઇબલના લેખકોએ નિખાલસ બનીને પોતાની અને પોતાના દેશની નબળાઈઓ વિશે લખ્યું છે.—૨ કાળવૃત્તાંત ૩૬:૧૫, ૧૬; ગીતશાસ્ત્ર ૫૧:૧-૪.
-
સાચી પડતી ભવિષ્યવાણીઓ. પ્રાચીન શહેર બાબેલોનનો નાશ થશે, એ વિશે બાઇબલમાં ૨૦૦ વર્ષ અગાઉથી જણાવવામાં આવ્યું હતું. (યશાયા ૧૩:૧૭-૨૨) એમાં એ પણ જણાવ્યું હતું કે બાબેલોનનો કઈ રીતે નાશ થશે તેમજ એને જીતી લેનારનું નામ શું હશે.—યશાયા ૪૫:૧-૩.
બાઇબલની આ અને બીજી અનેક ભવિષ્યવાણીઓ પણ નાનામાં નાની વિગતો સાથે સાચી પડી હતી. ઈશ્વર તરફથી મળેલા પુસ્તકમાં આપણે આવી જ આશા રાખી શકીએ, ખરું ને!—૨ પિતર ૧:૨૧.
વિચારવા જેવું
બાઇબલ કઈ રીતે તમારા જીવનમાં સુધારો લાવી શકે?
એનો જવાબ બાઇબલમાં અહીં જોવા મળે છે: યશાયા ૪૮:૧૭, ૧૮ અને ૨ તિમોથી ૩:૧૬, ૧૭.