વધારે માહિતી
શેઓલ અને હાડેસ શું છે?
બાઇબલનાં મૂળ લખાણોમાં હિબ્રૂ શબ્દ શીઓલ અને ગ્રીક શબ્દ હેડિઝ સિત્તેરથી વધુ વખત જોવા મળે છે. ગુજરાતી બાઇબલ એને શેઓલ અને હાડેસ કહે છે. એ બંનેનો અર્થ સરખો જ છે. આ શબ્દો મરણની વાત થતી હોય ત્યારે વપરાયા છે. અમુક બાઇબલ અનુવાદકોએ આ શબ્દોનું ‘કબર,’ ‘નર્ક’ કે ‘ખાડો’ તરીકે ભાષાંતર કર્યું છે. જુદા જુદા ગુજરાતી બાઇબલમાં આ શબ્દોનું આવું ભાષાંતર થયું છે: ‘ઘોર,’ ‘અધોલોક,’ ‘ઊંડાણ,’ ‘પાતાળ,’ ‘મૃત્યુલોક.’ મોટા ભાગની ભાષાઓમાં એવા કોઈ ખાસ શબ્દો નથી, જે આ હિબ્રૂ અને ગ્રીક શબ્દોનો ખરો અર્થ આપે. તો પછી ‘શેઓલ’ અને ‘હાડેસ’ એટલે શું? ચાલો બાઇબલમાંથી જોઈએ.
સભાશિક્ષક ૯:૧૦ કહે છે: “જે તરફ તું જાય છે તે શેઓલમાં કંઈ પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી.” શું શેઓલ કોઈ ખાસ કબરને બતાવે છે, જ્યાં મૃત્યુ પામેલાને દફનાવવામાં આવ્યા છે? ના. જ્યારે બાઇબલ કોઈ કબર વિશે વાત કરે છે, ત્યારે શેઓલ અને હાડેસને બદલે બીજા કોઈ હિબ્રૂ અને ગ્રીક શબ્દો વાપરે છે. (ઉત્પત્તિ ૨૩:૭-૯; માથ્થી ૨૮:૧) બાઇબલ એવા કોઈ કબ્રસ્તાનને પણ શેઓલ કહેતું નથી, જ્યાં ઘણા લોકો કે એક જ પરિવારના લોકોને દફનાવવામાં આવ્યા હોય.—ઉત્પત્તિ ૪૯:૩૦, ૩૧.
તો પછી ‘શેઓલ’ એટલે શું? બાઇબલ જણાવે છે કે ‘શેઓલ’ કે ‘હાડેસ’ સૌથી મોટા કબ્રસ્તાનથી પણ મોટી જગ્યાને રજૂ કરે છે. દાખલા યશાયા ૫:૧૪ કહે છે: “શેઓલની તેમને માટેની ભૂખ વધી ગઈ છે, અને તેણે પોતાનું મોં પૂરેપૂરું ખોલ્યું છે.” ભલે શેઓલે એક રીતે અબજો લોકોને ભરખી લીધા છે, તોયે એની ભૂખ વધતી જ જાય છે. (નીતિવચનો ૩૦:૧૫,૧૬) દુનિયાનું મોટામાં મોટું કબ્રસ્તાન પણ એક દિવસ ભરાઈ જાય છે. પરંતુ ‘શેઓલ કદી ધરાતું નથી.’ (નીતિવચનો ૨૭:૨૦) શેઓલ કદીયે ભરાતું નથી. આ બતાવે છે કે શેઓલ કે હાડેસ, કોઈ એક કબ્રસ્તાન કે જગ્યા નથી. એ મોટા ભાગના ગુજરી ગયેલા મનુષ્યોની હાલત બતાવે છે, જ્યાં તેઓ મોતની નીંદરમાં છે.
તરીકે,બાઇબલ કહે છે કે ‘ન્યાયીઓ અને અન્યાયીઓ સજીવન થશે.’ (પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫) એટલે યહોવાના ગુજરી ગયેલા ભક્તો સજીવન થશે. એવા લોકો પણ ફરીથી જીવશે જેઓ યહોવાને ઓળખતા ન હતા કે તેમને ભજતા ન હતા. (ઉત્પત્તિ ૩૭:૩૫; ગીતશાસ્ત્ર ૫૫:૧૫) બાઇબલ જણાવે છે કે જેઓ શેઓલ કે હાડેસમાં છે, તેઓને ફરી જીવવાનો મોકો મળશે. * (અયૂબ ૧૪:૧૩; પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૧; પ્રકટીકરણ ૨૦:૧૩) આ બાઇબલ શિક્ષણ ‘શેઓલ’ અને ‘હાડેસ’ શબ્દોના મૂળ અર્થ પર વધુ પ્રકાશ ફેંકે છે.
^ ફકરો. 1 પરંતુ બાઇબલ કહે છે કે જેઓ ‘ગેહેન્ના’માં છે તેઓને સજીવન કરવામાં નહિ આવે. ગુજરાતી બાઇબલોમાં ‘ગેહેન્ના’ માટે ખોટી રીતે ‘નર્ક’ અનુવાદ થયો છે. (માથ્થી ૫:૩૦; ૧૦:૨૮; ૨૩:૩૩) શેઓલ ને હાડેસની જેમ, ગેહેન્ના પણ કોઈ ખરેખરી જગ્યા નથી.