સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સવાલ ૧૭

બાઇબલ કઈ રીતે તમારા કુટુંબને મદદ કરી શકે?

પતિઓ / પિતાઓ

‘એવી જ રીતે, પતિઓ, તમે જેમ પોતાના શરીરને પ્રેમ કરો છો, તેમ પોતાની પત્નીને પ્રેમ કરો. જે માણસ પોતાની પત્નીને પ્રેમ કરે છે, તે પોતાને પ્રેમ કરે છે. કોઈ માણસ કદી પોતાના શરીરને ધિક્કારતો નથી, પણ એનું પાલન-પોષણ કરીને પ્રેમથી સંભાળ રાખે છે. દરેક માણસ જેવો પોતાને પ્રેમ કરે છે, એવો જ પ્રેમ પોતાની પત્નીને કરે.’

એફેસીઓ ૫:​૨૮, ૨૯, ૩૩

“પિતાઓ, તમારાં બાળકો ચિડાઈ જાય એવું કંઈ ન કરો. પણ યહોવા ચાહે છે તેમ શિસ્ત અને શિખામણ આપીને તેઓનો ઉછેર કરો.”

એફેસીઓ ૬:૪

પત્નીઓ

“પત્ની પણ પૂરા દિલથી પતિને માન આપે.”

એફેસીઓ ૫:​૩૩

“પત્નીઓ, તમારા પતિને આધીન રહો, કેમ કે આપણા માલિકની નજરે એ યોગ્ય છે.”

કોલોસીઓ ૩:​૧૮

બાળકો

“બાળકો, ઈશ્વરને પસંદ પડે એ રીતે તમારાં માતા-પિતાનું કહેવું માનો, કેમ કે ઈશ્વરની નજરમાં એ યોગ્ય છે. ‘તમે તમારાં માતા-પિતાને માન આપો,’ એ પહેલી આજ્ઞા સાથે આ વચન આપવામાં આવ્યું છે: ‘જેથી તમારું ભલું થાય અને પૃથ્વી પર તમે લાંબું જીવો.’”

એફેસીઓ ૬:​૧-૩

“બાળકો, દરેક વાતમાં તમારાં માતા-પિતાનું કહેવું માનો, કેમ કે એનાથી આપણા માલિક ખુશ થાય છે.”

કોલોસીઓ ૩:​૨૦