ગીતશાસ્ત્ર ૧૪૫:૧-૨૧
દાઉદનું સ્તુતિગીત.
א [આલેફ]
૧૪૫ હે મારા ઈશ્વર, મારા રાજા, હું તમને મોટા મનાવીશ,+હું સદાને માટે તમારા નામની સ્તુતિ કરીશ.+
ב [બેથ]
૨ હું આખો દિવસ તમારી સ્તુતિ કરીશ.+
હું સદાને માટે તમારા નામની સ્તુતિ કરીશ.+
ג [ગિમેલ]
૩ યહોવા જ મહાન છે અને સૌથી વધારે સ્તુતિને યોગ્ય છે.+
તેમની મહાનતા સમજની બહાર છે.+
ד [દાલેથ]
૪ પેઢીઓની પેઢીઓ તમારાં કામોના વખાણ કરશે.
તેઓ તમારાં પરાક્રમી કામો વિશે જણાવશે.+
ה [હે]
૫ તેઓ તમારાં ગૌરવ અને માન-મહિમા વિશે બોલી ઊઠશે+અને હું તમારાં અજાયબ કામો પર મનન કરીશ.
ו [વાવ]
૬ તેઓ તમારાં અદ્ભુત કામો* વિશે જણાવશેઅને હું તમારી મહાનતા જાહેર કરીશ.
ז [ઝાયિન]
૭ તેઓ તમારી અપાર ભલાઈ યાદ કરીને ગુણગાન ગાશે.+
તમારી સચ્ચાઈને લીધે તેઓ ઊંચા અવાજે હર્ષનાદ કરશે.+
ח [હેથ]
૮ યહોવા કરુણા* અને દયા બતાવનાર છે,+તે જલદી ગુસ્સે ન થનાર અને અતૂટ પ્રેમના સાગર છે.+
ט [ટેથ]
૯ યહોવા બધાનું ભલું કરે છે,+તેમનાં સર્વ કામોમાં દયા દેખાઈ આવે છે.
י [યોદ]
૧૦ હે યહોવા, તમારાં બધાં કામો તમારો મહિમા ગાશે+અને તમારા વફાદાર ભક્તો તમારી સ્તુતિ કરશે.+
כ [કાફ]
૧૧ તેઓ તમારા રાજનું ગૌરવ જાહેર કરશે+અને તમારી શક્તિ વિશે જણાવશે,+
ל [લામેદ]
૧૨ જેથી લોકો તમારાં પરાક્રમી કામો વિશે,+તમારા રાજના વૈભવ અને પ્રતાપ વિશે જાણે.+
מ [મેમ]
૧૩ તમારું રાજ હંમેશાં ટકનારું રાજ છે,તમારું શાસન પેઢી દર પેઢી ટકી રહે છે.+
ס [સામેખ]
૧૪ સર્વ પડતા લોકોને યહોવા ટેકો આપે છે+
અને બોજથી વળી ગયેલા સર્વને તે ઊભા કરે છે.+
ע [આયિન]
૧૫ સર્વની આંખો તમારા તરફ મીટ માંડે છે,તમે તેઓને યોગ્ય સમયે ખોરાક પૂરો પાડો છો.+
פ [પે]
૧૬ તમે તમારો હાથ ખોલીને
બધાની ઇચ્છા પૂરી કરો છો.+
צ [સાદે]
૧૭ યહોવા પોતાના બધા માર્ગોમાં નેક છે.+
તે દરેક કામ વફાદારીથી કરે છે.+
ק [કોફ]
૧૮ યહોવા એવા લોકોની નજીક છે, જેઓ તેમને પોકારે છે,+જેઓ તેમને ખરાં દિલથી વિનંતી કરે છે.+
ר [રેશ]
૧૯ જેઓ તેમનો ડર રાખે છે, તેઓની ઇચ્છા તે પૂરી કરે છે.+
મદદનો પોકાર સાંભળીને તે તેઓને છોડાવે છે.+
ש [શીન]
૨૦ જેઓ યહોવાને પ્રેમ કરે છે, તેઓનું તે રક્ષણ કરે છે,+પણ બધા દુષ્ટોનો તે વિનાશ કરશે.+
ת [તાવ]
૨૧ મારું મુખ યહોવાનો જયજયકાર કરશે.+
બધા લોકો તેમના પવિત્ર નામની સદાને માટે સ્તુતિ કરો.+