ગીતશાસ્ત્ર ૩૬:૧-૧૨

  • ઈશ્વરનો અતૂટ પ્રેમ અનમોલ છે

    • દુષ્ટોને ભગવાનનો ડર નથી ()

    • ઈશ્વર જીવનનો ઝરો ()

    • “તમારી ઝળહળતી રોશનીમાંથી અમને પ્રકાશ મળે છે” ()

સંગીત સંચાલક માટે સૂચન. યહોવાના સેવક દાઉદનું ગીત. ૩૬  દુષ્ટના અંતરમાં રહેલું પાપ તેને લલચાવે છે. તેને ભગવાનનો જરાય ડર નથી.+  ૨  તે પોતાની જ વાહ વાહ કરતા ધરાતો નથી,એટલે પોતાની ભૂલ તેની નજરે ચઢતી નથી અને તે એને ધિક્કારતો નથી.+  ૩  તેની વાણી ઝેર જેવી કડવી અને છેતરામણી છે. તેની બુદ્ધિ બહેર મારી ગઈ છે અને તે કંઈ પણ ભલું કરતો નથી.  ૪  પથારીમાં પડ્યો પડ્યો તે કાવતરાં ઘડે છે. તે ખોટા રવાડે ચડી ગયો છે,ખરાબ કામોને તે ધિક્કારતો નથી.  ૫  હે યહોવા, તમારો અતૂટ પ્રેમ* આસમાને પહોંચે છે,+તમારી વફાદારી ગગન ચૂમે છે.  ૬  તમારી સચ્ચાઈ અડગ અને ઊંચા પર્વતો* જેવી છે.+ તમારા ન્યાયચુકાદા વિશાળ અને ઊંડા સાગર જેવા છે.+ હે યહોવા, તમે મનુષ્યો અને પ્રાણીઓની સંભાળ રાખો છો.*+  ૭  હે ભગવાન, તમારો અતૂટ પ્રેમ કેટલો અનમોલ છે!+ તમારી પાંખોની છાયામાં મનુષ્યો આશરો લે છે.+  ૮  તમારા ઘરની જાહોજલાલીમાંથી તેઓ ધરાઈને ખાય છે.+ તમારા સુખની નદીમાંથી તમે તેઓની તરસ છિપાવો છો.+  ૯  તમે જીવનનો ઝરો છો.+ તમારી ઝળહળતી રોશનીમાંથી અમને પ્રકાશ મળે છે.+ ૧૦  તમને ઓળખતા લોકોને અતૂટ પ્રેમ બતાવતા રહો.+ સાચા દિલના લોકોને સચ્ચાઈ બતાવતા રહો.+ ૧૧  એવું થવા ન દેતા કે અભિમાનીના પગ મને કચડી નાખેઅથવા દુષ્ટના હાથ મને હડસેલી મૂકે. ૧૨  જુઓ, ખોટાં કામો કરનારા કેવા નીચે પડ્યા! તેઓ એવા પછડાયા કે પાછા ઊઠી ન શકે.+

ફૂટનોટ

અથવા, “બચાવો છો.”
મૂળ, “ઈશ્વરના પર્વતો.”