કોરીંથીઓને પહેલો પત્ર ૫:૧-૧૩

  • વ્યભિચારનો એક કિસ્સો (૧-૫)

  • થોડું ખમીર બાંધેલા આખા લોટને ફુલાવે છે (૬-૮)

  • દુષ્ટ માણસને દૂર કરવો (૯-૧૩)

 મને ખબર મળી છે કે તમારામાંથી એક માણસ એવો છે, જે પોતાની સાવકી મા* સાથે જાતીય સંબંધ બાંધે છે.+ એવો વ્યભિચાર*+ તો દુનિયાના લોકોમાં પણ જોવા મળતો નથી. ૨  શું તમને એનો ગર્વ થાય છે? શું તમારે શોક કરવો ન જોઈએ?+ શું એવા માણસને તમારી વચ્ચેથી દૂર કરવો ન જોઈએ?+ ૩  ખરું કે હું ત્યાં હાજર નથી, તોપણ મનથી હું ત્યાં જ છું. હું જાણે તમારી સાથે હોઉં એમ એ માણસનો ન્યાય કરી ચૂક્યો છું. ૪  જ્યારે તમે ભેગા મળો છો, ત્યારે મારું મન અને આપણા માલિક ઈસુ ખ્રિસ્તનું બળ તમારી સાથે હોય છે. એટલે માલિક ઈસુના નામમાં ૫  તમે એવા માણસને નાશ માટે શેતાનના હાથમાં સોંપી દો,+ જેથી આપણા માલિકના દિવસે મંડળનું યોગ્ય વલણ જળવાઈ રહે.+ ૬  તમે અભિમાન કરો છો એ ખોટું છે. શું તમે જાણતા નથી કે થોડું ખમીર* બાંધેલા આખા લોટને ફુલાવે છે?*+ ૭  જૂના ખમીરને દૂર કરો, જેથી તમે નવો બાંધેલો લોટ બની શકો. ખરું જોતાં તમે ખમીર વગરના જ છો, કેમ કે ખ્રિસ્ત જે આપણા પાસ્ખાનું* ઘેટું છે,+ તેમનું બલિદાન સાચે જ અપાઈ ચૂક્યું છે.+ ૮  તેથી ચાલો આપણે તહેવાર ઊજવીએ,+ પણ જૂના ખમીરથી કે બૂરાઈ અને દુષ્ટતાના ખમીરથી નહિ, પણ ખરાં દિલથી અને સત્યની બેખમીર* રોટલીથી ઊજવીએ. ૯  મેં મારા પત્રમાં તમને લખ્યું હતું કે વ્યભિચારી* લોકો સાથે હળવા-મળવાનું બંધ કરો.* ૧૦  એનો મતલબ એ નથી કે આ દુનિયાના વ્યભિચારી*+ કે લોભી કે જોરજુલમથી પૈસા પડાવનાર કે મૂર્તિપૂજક સાથે જરાય હળો-મળો નહિ. એવું કરો તો તમારે આ દુનિયા છોડી દેવી પડે.+ ૧૧  પણ હવે હું તમને લખું છું કે જો કોઈ ભાઈ વ્યભિચારી* કે લોભી+ કે મૂર્તિપૂજક કે અપમાન કરનાર* કે દારૂડિયો+ કે જોરજુલમથી પૈસા પડાવનાર+ હોય, તો તેની સાથે હળવા-મળવાનું બંધ કરો.*+ એવા માણસ સાથે ખાવું પણ નહિ. ૧૨  જેઓ મંડળનો ભાગ નથી, તેઓનો ન્યાય મારે શું કામ કરવો? જેઓ મંડળનો ભાગ છે, તેઓનો ન્યાય તમે કરો, ૧૩  પણ મંડળની બહારના લોકોનો ન્યાય ઈશ્વર પર છોડી દો.+ પવિત્ર લખાણો કહે છે: “તમારી વચ્ચેથી દુષ્ટ માણસને દૂર કરો.”+

ફૂટનોટ

મૂળ, “પિતાની પત્ની.”
અથવા, “લોટમાં આથો ચઢાવે છે.”
અથવા, “ખમીર વગરની.”
શબ્દસૂચિમાં “વ્યભિચાર” જુઓ.
અથવા, “સંગત ન રાખો.”
શબ્દસૂચિમાં “વ્યભિચાર” જુઓ.
શબ્દસૂચિમાં “વ્યભિચાર” જુઓ.
અથવા, “ગાળાગાળી કરનાર.”
અથવા, “સંગત ન રાખો.”