જીવન સફર
યહોવાની સોંપણી સ્વીકારવાથી આશીર્વાદો મળે છે
મને, મારા પતિને અને મારાં ભાઈ-ભાભીને એક ખાસ સોંપણી વિશે પૂછવામાં આવ્યું. અમે તરત જ બોલી ઊઠ્યા, ‘અમે તૈયાર છીએ!’ અમે શા માટે એ સોંપણી સ્વીકારી અને યહોવાએ અમને કેવી રીતે આશીર્વાદો આપ્યા? ચાલો, તમને પહેલાં થોડું મારા વિશે જણાવું.
૧૯૨૩માં, બ્રિટનમાં મારો જન્મ થયો હતો. ઇંગ્લૅન્ડના યૉકશાયરનું એ એક નાનકડું શહેર છે. મારો એક મોટો ભાઈ છે, બૉબ. હું નવ વર્ષની હતી ત્યારે પપ્પાને કેટલાંક પુસ્તકો મળ્યાં હતાં. એમાં જણાવ્યું હતું કે જૂઠા ધર્મો કઈ રીતે લોકોને છેતરે છે. પપ્પા એ પુસ્તકો વાંચીને ઘણા પ્રભાવિત થયા હતા. કારણ કે, તે ધર્મગુરુઓના ઢોંગને જાણતા હતા, જેઓના ખાવાના દાંત અને બતાવવાના દાંત અલગ હતા. થોડાં વર્ષો પછી, ભાઈ એટકીન્સન અમારા ઘરે આવ્યા અને તેમણે ભાઈ રધરફર્ડનું એક ભાષણ સંભળાવ્યું. એ સાંભળીને અમને ખ્યાલ આવ્યો કે પપ્પાને જે પુસ્તકો મળ્યાં હતાં, એ આ સંગઠને જ બહાર પાડ્યાં હતાં. દર રાતે મારાં માતા-પિતા ભાઈ એટકીન્સનને ઘરે જમવા બોલાવતા અને તે અમારા સવાલોના જવાબ બાઇબલમાંથી આપતા. તેમણે અમને સભા માટે આમંત્રણ આપ્યું. એ સભા થોડા અંતરે એક ભાઈના ઘરે થતી. અમે નિયમિત રીતે સભામાં જવા લાગ્યા અને હેમ્સવર્થમાં એક નાનકડું મંડળ શરૂ થયું. પછીથી, ઝોન સર્વન્ટ (હવે સરકીટ નિરીક્ષક) અમારા ઘરે રોકાવા લાગ્યા. ઉપરાંત, અવારનવાર અમે આસપાસના મંડળોના પાયોનિયરો સાથે ખાવા-પીવાનો આનંદ માણતા. એ બધાં ભાઈ-બહેનોની મારા પર ઘણી સારી અસર થઈ.
એ અરસામાં અમારા કુટુંબે વેપાર ચાલુ કર્યો. પણ, પપ્પાએ બૉબને કહ્યું: ‘જો તું પાયોનિયરીંગ કરવા ચાહતો હોય, તો આપણે ધંધો બંધ કરી દઈશું.’ બૉબ ૨૧ વર્ષનો થયો ત્યારે, તેણે ઘર છોડ્યું અને પાયોનિયરીંગ શરૂ કર્યું. બે વર્ષ પછી, ૧૬ વર્ષની ઉંમરે મેં પણ પાયોનિયરીંગ શરૂ કર્યું. કોઈક શનિ-રવિ હું બીજાં ભાઈ-બહેનો સાથે કામ કરતી, પણ મોટાભાગના શનિ-રવિ હું એકલી જ પ્રચારમાં જતી. હું પ્રચારમાં ફોનોગ્રાફ અને ટેસ્ટીમની કાર્ડનો ઉપયોગ કરતી. એ નાના કાર્ડ પર થોડા શબ્દોમાં બાઇબલનો સરળ સંદેશો છાપવામાં આવતો. મારા એક વિદ્યાર્થીએ સારી પ્રગતિ કરી, એ યહોવાનો આશીર્વાદ હતો. સમય જતાં એના ઘરના ઘણા લોકો સત્યમાં આવ્યા. પછીના વર્ષે, મને અને મેરી હેન્શલને ખાસ પાયોનિયરની સોંપણી મળી. અમને ચીશાયર વિસ્તારમાં મોકલવામાં આવ્યા, જ્યાં અગાઉ ક્યારેય પ્રચાર થયો ન હતો.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, સ્ત્રીઓને એવાં કામ કરવાં પડતાં જેનાથી યુદ્ધમાં મદદ મળે. બીજા ધર્મના સેવકો માટે યુદ્ધમાં જવું ફરજિયાત ન હતું. એટલે, અમે વિચાર્યું કે અમારા જેવા ખાસ પાયોનિયરો માટે પણ એ ફરજિયાત નહિ હોય. પણ, કોર્ટે યશા. ૪૧:૧૦, ૧૩.
અમને મંજૂરી ન આપી. યુદ્ધમાં ભાગ ન લેવાને કારણે મને ૩૧ દિવસની કેદ થઈ. એ પછીના વર્ષે, હું ૧૯ વર્ષની થઈ ત્યારે મારે બે વાર કોર્ટમાં જવું પડ્યું. કારણ કે, યુદ્ધને ટેકો આપવા મારું અંતઃકરણ રાજી ન હતું. જોકે, બંને વખત તેઓએ મને છોડી દીધી. એ બધા અનુભવો દરમિયાન મેં મહેસૂસ કર્યું કે, પવિત્ર શક્તિ મને મદદ કરી રહી હતી તેમજ યહોવા મને દૃઢ અને મજબૂત બનાવી રહ્યા હતા.—એક નવા સાથી
૧૯૪૬માં, હું આર્થર મેથ્થયુસને મળી. યુદ્ધમાં ભાગ ન લેવાને કારણે તેમને ત્રણ મહિનાની સજા થઈ હતી, અને હાલમાં જ તે છૂટ્યા હતા. પછી, તરત જ તે હેમ્સવર્થમાં પોતાના ભાઈ ડેનીસ પાસે ગયા, જે ખાસ પાયોનિયર હતા. નાનપણથી બંને ભાઈઓને પિતા પાસેથી સત્ય મળ્યું હતું. તરુણ વયે તેઓએ બાપ્તિસ્મા લીધું હતું. તેઓએ સાથે પાયોનિયરીંગ શરૂ કર્યું હતું, પણ પછીથી ડેનીસને આયર્લૅન્ડમાં સોંપણી મળી. એટલે, આર્થર એકલા પડી ગયા. મારાં માતા-પિતા આર્થરની અથાક મહેનત અને સ્વભાવથી ખૂબ પ્રભાવિત થયાં. તેઓએ આર્થરને ઘરે રહેવા બોલાવ્યા. હું ઘરે જતી ત્યારે, જમ્યા પછી તેમની સાથે વાસણ ઘસતી. સમય જતાં, અમે એકબીજાને પત્ર લખવા લાગ્યા. ૧૯૪૮માં, આર્થરને ફરીથી ત્રણ મહિનાની જેલ થઈ. જાન્યુઆરી ૧૯૪૯માં અમે લગ્ન કર્યું. અમારો ધ્યેય હતો કે બની શકે ત્યાં સુધી પૂરા સમયની સેવા કરતા રહીએ. અમે સમજી-વિચારીને ખર્ચ કરતા. પાયોનિયરીંગ વખતે અમુક દિવસો રજા લઈને વાડીમાં ફળ તોડવાનું કામ કરતા અને થોડા-ઘણા પૈસા કમાતા. યહોવાના આશીર્વાદથી અમે પાયોનિયરીંગ ચાલુ રાખી શક્યા.
એકાદ વર્ષ પછી, અમને ઉત્તર આયર્લૅન્ડમાં સોંપણી મળી. પહેલા આર્મગ શહેરમાં અને પછી ન્યૂરીમાં. એ શહેરના મોટાભાગના લોકો કૅથલિક હતા. તેઓને બીજા ધર્મના લોકો પ્રત્યે પૂર્વગ્રહ હતો. એટલે અમે પ્રચારમાં ઘણી સાવચેતી રાખતા અને સમજી-વિચારીને વાત કરતા. સભાઓ ભાઈ-બહેનોના ઘરે થતી. અમારા રહેઠાણથી એ ૧૬ કિ.મી. દૂર હતી. સભામાં આઠેક લોકો આવતા. ઘણી વાર અમે એ ભાઈ-બહેનોના ઘરે જ રાત રોકાઈ જતાં. અમે જમીન પર સૂઈ જતાં, બીજા દિવસે સવારે પેટ ભરીને નાસ્તો કરતાં અને ખૂબ મજા માણતાં. ખુશીની વાત છે કે, હવે એ વિસ્તારમાં ઘણા સાક્ષીઓ છે.
‘અમે તૈયાર છીએ!’
બૉબ અને લાટ્ટી ભાભી પહેલાંથી જ ઉત્તર આયર્લૅન્ડમાં ખાસ પાયોનિયર તરીકે સેવા આપતાં હતાં. ૧૯૫૨માં અમે ચારે જણે બેલફેસ્ટમાં થયેલા સંમેલનમાં હાજરી આપી. એક ભાઈએ પોતાના ઘરે અમારા માટે રહેવાની પ્રેમાળ ગોઠવણ કરી. તેમના ઘરે ભાઈ પ્રાઇસ હ્યુસ પણ રોકાયા હતા, જે બ્રિટનના શાખા સેવક હતા. એક રાતે અમે ગોડ્સ વે ઇસ લવ નાની પુસ્તિકામાંથી ચર્ચા કરતા હતા, જે ખાસ આયર્લૅન્ડના લોકો માટે બહાર પાડવામાં આવી હતી. ભાઈ પ્રાઇસે સમજાવ્યું કે આઈરીશ પ્રજાસત્તાકમાં કૅથલિક લોકોને પ્રચાર કરવો અઘરું હતું. ભાઈ-બહેનોને પોતાના ઘરો છોડવા મજબૂર કરવામાં આવ્યાં. પાદરીઓ લોકોને ભાઈ-બહેનો પર હુમલો કરવા ભડકાવતા. ભાઈ પ્રાઇસે કહ્યું: ‘દેશભરમાં આ પુસ્તિકાના વિતરણ માટે અમારે યુગલોની જરૂર છે, જેઓ પોતાની કારનો ઉપયોગ આ ખાસ ઝુંબેશમાં કરવા તૈયાર હોય.’ * અમે કહ્યું: ‘અમે તૈયાર છીએ!’
ડબ્લિનમાં બહેન રટલૅન્ડનું ઘર પાયોનિયરો માટે હંમેશાં ખુલ્લા રહેતું. તેમણે ઘણાં વર્ષો વફાદારીથી યહોવાની સેવા કરી
હતી. થોડો સમય અમે પણ ત્યાં રોકાયાં હતાં. અમે અમારો અમુક માલ-સામાન વેચી દીધો. પછી, અમે ચારેય જણ બૉબની મોટરસાઇકલ પર કાર શોધવાં નીકળ્યાં. બૉબની મોટરસાઇકલની પડખે એક ગાડી જોડાયેલી હતી, એટલે ચાર જણ બેસી શકતા. અમને સરસ ગાડી મળી ગઈ. અમે એના માલિકને કહ્યું કે તે અમારા ઘરે ગાડી પહોંચાડે, કારણ કે અમને ગાડી ચલાવતા આવડતી ન હતી. આર્થર આખી સાંજ પલંગ પર બેસીને જાણે ગાડીના ગીયર બદલતા હોય, એમ પ્રેક્ટિસ કરતા રહ્યા. બીજી સવારે, તે ગૅરેજમાંથી ગાડી બહાર કાઢતા હતા, એટલામાં બહેન મીલ્ડ્રેડ વીલ્લેટ (જેમણે પછીથી જોન બાર સાથે લગ્ન કર્યું હતું) આવ્યાં. એ મિશનરી બહેનને ગાડી ચલાવતા આવડતી હતી! તેમણે અમને ગાડી શીખવામાં મદદ કરી. હવે, અમે ગાડી લઈને નીકળવા માટે તૈયાર હતાં.અમારી કાર સાથે પૈડાંવાળું નાનું ઘર જોડાયેલું હતું. અમે એમાં રહેતાં હતાં. પણ, વિરોધીઓ ગમે ત્યારે એને આગ ચાંપી શકતા હતા. ભાઈઓએ જણાવ્યું કે અમે એમાં ન રહીએ. એટલે, અમારે ઘર શોધવાની જરૂર પડી, પણ એકેય ન મળ્યું. એ રાતે અમે ચારેય જણ કારમાં જ સૂઈ ગયાં. બીજા દિવસે અમને પૈડાંવાળું બીજું એક સારું ઘર મળી ગયું. કોઈકે ઘરે એ બનાવ્યું હતું. એમાં એકની ઉપર એક ગોઠવેલા બે પલંગ હતા. હવે, એ જ અમારું ઘર બની ગયું. આસપાસના ભલા ખેડૂતોની જમીન પર અમે એ ઘર ઊભું કરી દેતા. તેઓએ અમને ક્યારેય હેરાન કર્યા નહિ. અમારા પૈડાવાળા ઘરથી આશરે ૧૬થી ૨૪ કિ.મી. દૂર પ્રચાર કરતા. પછી, બીજા વિસ્તારમાં રહેવા જઈએ ત્યારે, અગાઉ જે લોકોને ત્યાં ઘર ઊભું કર્યું હતું તેઓને પ્રચાર કરતા.
અમે આઈરીશ પ્રજાસત્તાકના દક્ષિણ-પૂર્વમાં ઘણા લોકોને ઘર-ઘરના સેવાકાર્યમાં મળ્યા. તેઓને ખુશખબર જણાવવામાં અમને કોઈ વિરોધ આવ્યો નહિ. અમે ૨૦,૦૦૦થી પણ વધારે નાની પુસ્તિકાનું વિતરણ કર્યું. રસ ધરાવનાર લોકોના નામ અમે બ્રિટન શાખાને મોકલી આપ્યાં. આજે, આયર્લૅન્ડમાં હજારો સાક્ષીઓ છે, યહોવાની કેટલી અપાર કૃપા!
ઇંગ્લૅન્ડ પાછા ફર્યા, પછી સ્કૉટલૅન્ડ ગયા
અમુક વર્ષો પછી, અમને ફરીથી દક્ષિણ લંડનમાં સોંપણી મળી. થોડાં અઠવાડિયાં વીત્યાં ને બ્રિટન શાખાથી આર્થરને ફોન આવ્યો. તેઓએ જણાવ્યું કે અમારે બીજા જ દિવસથી સરકીટ કામ કરવાનું છે! એક અઠવાડિયાની તાલીમ પછી, અમે સ્કૉટલૅન્ડમાં અમારી સરકીટમાં ગયાં. આર્થરને પ્રવચન તૈયાર કરવાનો સમય જ ન મળ્યો. પણ યહોવાની સેવામાં તે કોઈ પણ સોંપણી હાથમાં લેવા તૈયાર રહેતા, પછી ભલેને એ મુશ્કેલ હોય! તેમના સુંદર દાખલાથી મને હંમેશાં ઉત્તેજન મળતું. અમે આયર્લેન્ડમાં અગાઉ નવા નવા વિસ્તારોમાં પ્રચાર કર્યો હતો. પણ, સરકીટ કામમાં અમને ખૂબ મજા આવવા લાગી. કારણ કે, હવે અમે ભાઈ-બહેનો વચ્ચે પાછા આવી ગયાં હતાં. એ આનંદ અનેરો હતો!
૧૯૬૨માં, આર્થરને ગિલયડ શાળાનું આમંત્રણ મળ્યું. એ સમયે અમારે એક મોટો નિર્ણય લેવાનો હતો. એ ૧૦ મહિનાના કોર્સ માટે ફક્ત આર્થરને આમંત્રણ મળ્યું હતું. પણ અમે નિર્ણય લીધો કે આર્થર શાળામાં જાય તો સારું થશે. હું એકલી પડી ગઈ, એટલે શાખાએ મને ખાસ પાયોનિયર તરીકે હેમ્સવર્થ જવા કહ્યું. એક વર્ષ પછી, આર્થર પાછા આવ્યા ત્યારે અમને ડિસ્ટ્રીક્ટ કામ સોંપવામાં આવ્યું. અમે સ્કૉટલૅન્ડ, ઉત્તરી ઇંગ્લૅન્ડ અને ઉત્તરી આયર્લૅન્ડમાં સેવા આપી.
આયર્લૅન્ડમાં નવી સોંપણી
૧૯૬૪માં, આર્થરને આઈરીશ પ્રજાસત્તાકની શાખાના સેવકની સોંપણી મળી. શરૂઆતમાં, હું બેથેલ જવા માટે એટલી
ઉત્સાહી ન હતી, કારણ કે મને પ્રવાસી કામમાં ખૂબ મજા આવતી હતી. પણ હવે, વીતેલી કાલ પર નજર કરું ત્યારે દિલ કદરથી છલકાય જાય છે કે, મને બેથેલ સેવાનો મોકો મળ્યો હતો. ભલે કોઈ સોંપણી બહુ ગમતી ન હોય, છતાંય એ સ્વીકારીએ તો, યહોવા અઢળક આશીર્વાદ આપે છે. બેથેલમાં મેં ઑફિસમાં કામ કર્યું, સાહિત્ય પેક કર્યું, રાંધ્યું અને સફાઈ કામ કર્યું. અમુક સમય માટે અમે ડિસ્ટ્રીક્ટ કામ પણ કર્યું. એ દરમિયાન અમે દેશભરમાં ઘણાં ભાઈ-બહેનોને મળી શક્યાં. વધુમાં, અમારા બાઇબલ વિદ્યાર્થીઓને પ્રગતિ કરતા જોઈને અમે ખુશીથી ઝૂમી ઊઠતાં. એને લીધે, આયર્લૅન્ડનાં ભાઈ-બહેનો સાથે અમારી દોસ્તી ગાઢ બની.આયર્લૅન્ડમાં યહોવાના સાક્ષીઓ માટે મહત્ત્વનો પ્રસંગ
૧૯૬૫માં મોટો વળાંક આવ્યો. આયર્લૅન્ડમાં પહેલી વાર આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું, જે ડબ્લિન શહેરમાં હતું. * સખત વિરોધ છતાં સંમેલનને મોટી સફળતા મળી. એની કુલ હાજરી ૩,૯૪૮ હતી અને ૬૫ લોકોએ બાપ્તિસ્મા લીધું. અલગ અલગ દેશોથી ૩,૫૦૦ પ્રતિનિધિઓ ડબ્લિન શહેરના સ્થાનિક લોકોના ઘરે ભાડે રોકાયા હતા. ભાઈ-બહેનોએ એ સ્થાનિક લોકોને કદર વ્યક્ત કરતા પત્રો મોકલ્યા. ભાઈ-બહેનોનાં સારાં વર્તનની તેઓએ પ્રશંસા કરી.
૧૯૬૬માં, ઉત્તર અને દક્ષિણ આયર્લૅન્ડની શાખાને ડબ્લિન શાખા કચેરી સાથે જોડી દેવામાં આવી. તેઓનો સંપ અજોડ હતો, કારણ કે સ્થાનિક લોકો તો રાજકારણ અને ધર્મના નામે વિભાજિત હતા. ઘણા કૅથલિક તેમજ પ્રોટેસ્ટંટ લોકો સત્યમાં આવ્યા. એક સમયે તેઓમાં ભાગલા હતા, પણ હવે ભાઈઓ બનીને યહોવાની સેવા કરી રહ્યા હતા. એ જોવું ઘણું રોમાંચક હતું!
સોંપણીમાં મોટો ફેરફાર
૨૦૧૧માં, બ્રિટન અને આયર્લૅન્ડની શાખાઓને ભેગી કરી દેવામાં આવી. અમારા જીવનમાં ફરીથી મોટો વળાંક આવ્યો. અમને લંડન બેથેલમાં સોંપણી મળી. એ સમયે, આર્થરની તબિયતને લઈને હું ઘણી ચિંતિત હતી. પાર્કિન્સન બીમારીને લીધે તેમનું હલનચલન ઓછું થઈ ગયું હતું. મે ૨૦, ૨૦૧૫ના રોજ ૬૬ વર્ષની ઉંમરે આર્થરનું અવસાન થયું. મારા જીવનસાથીને ગુમાવવાનું મને ઘણું દુઃખ છે.
પાછલા અમુક વર્ષોથી, હું નિરાશા અને હતાશાની લાગણી અનુભવું છું. કોઈક વાર દર્દથી દિલ વીંધાય જાય છે. અગાઉ આર્થર મારી સાથે ને સાથે જ હોય. પણ હવે, મને તેમની બહુ ખોટ સાલે છે! જોકે, આવા સંજોગોમાં તમે યહોવાની વધુ નજીક જાવ છો. મને ખુશી છે કે લોકોને આર્થર ખૂબ વહાલા હતા. આયર્લૅન્ડ, બ્રિટન અને અમેરિકાથી ભાઈ-બહેનોના ઉત્તેજન આપતા અનેક પત્રો મળ્યા છે. તેમ જ, આર્થરના ભાઈ ડેનીસ, મૅવિસ ભાભી, મારી ભત્રીજીઓ રૂથ અને જૂડીએ મને ઘણું ઉત્તેજન આપ્યું છે. એને હું શબ્દોમાં વર્ણવી શકતી નથી.
મને યશાયા ૩૦:૧૮ના શબ્દોથી ઘણું પ્રોત્સાહન મળ્યું છે. એ કહે છે: “તે માટે યહોવા તમારા પર દયા કરવાની વાટ જોશે, ને તમારા પર રહેમ કરવા માટે તે ઉચ્ચસ્થાને બેસશે; કેમ કે યહોવા ન્યાયીનો ઈશ્વર છે; જેઓ તેની વાટ જુએ છે, તેઓ સર્વને ધન્ય છે.” મને એ જાણીને ઘણો દિલાસો મળ્યો છે કે યહોવા આપણા ઝખમો પર મલમ લગાડવા અને નવી દુનિયામાં રોમાંચક સોંપણી આપવા ધીરજથી રાહ જોઈ રહ્યા છે.
વર્ષો દરમિયાન મેં મહેસૂસ કર્યું કે, યહોવાએ અમને માર્ગદર્શન આપ્યું છે અને આયર્લૅન્ડમાં પ્રચારકામ પર આશીર્વાદ આપ્યો છે! આ કામમાં ઘણા લોકોએ મદદ કરી છે. એમાં મારો પણ સમાવેશ છે, એ માટે હું ગર્વ અનુભવું છું. એમાં કોઈ શંકા નથી કે, યહોવા જે કહે છે એ કરવાથી હંમેશાં આશીર્વાદ મળે છે.
^ ફકરો. 12 યરબુક ૧૯૮૮ના પાન ૧૦૧-૧૦૨ જુઓ.
^ ફકરો. 22 યરબુક ૧૯૮૮ના પાન ૧૦૯-૧૧૨ જુઓ.