સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બીજાઓની લાગણી સમજીએ

બીજાઓની લાગણી સમજીએ

મુસીબતનું મૂળ

બધાની રીતભાત અલગ અલગ હોય છે. જો એના પર જ ધ્યાન આપીશું કે વ્યક્તિ આપણા કરતાં કેટલી અલગ છે તો તેઓમાં ફક્ત ખામીઓ દેખાશે. આપણે પોતાને તેઓ કરતાં ચઢિયાતા સમજવા લાગીશું. આ રીતે વિચારવાથી આપણા દિલમાં નફરતની ભાવના ઘર કરી જશે. એકબીજા માટે કોઈ લાગણી પણ નહિ બતાવી શકીએ.

પવિત્ર શાસ્ત્રની સલાહ

“આનંદ કરનારાઓની સાથે આનંદ કરો; રડનારાઓની સાથે રડો.”—રોમનો ૧૨:૧૫.

આપણે શું શીખી શકીએ? આપણે બીજાઓનો વિચાર કરીએ. તેઓની લાગણીઓ સમજવાનો પ્રયત્ન કરીએ. તેઓની જગ્યાએ પોતાને મૂકી જોઈએ.

શા માટે બીજાઓની લાગણી સમજવી જોઈએ?

જ્યારે બીજાઓની લાગણી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણને અહેસાસ થાય છે કે તેઓ આપણા જેવા જ છે અને આપણા જેવું જ અનુભવે છે. તેઓ આપણા જેવી લાગણીઓ ધરાવે છે. જ્યારે બીજા માટે હમદર્દી બતાવીએ છીએ ત્યારે જોઈ શકીએ છીએ કે તેઓમાં અને આપણામાં જરાય ફરક નથી. પછી ભલે તે કોઈ પણ જાતિ, ભાષા કે રંગના હોય. એમ કરીશું તો આપણા મનમાં તેઓ માટે ભેદભાવ નહિ રહે.

બીજાઓ પ્રત્યે હમદર્દી રાખવાથી આપણે તેઓને નીચા નહિ ગણીએ. સેનેગલમાં રહેતી એનમેરી કહે છે કે તેના સમાજમાં લોકો ઊંચ-નીચમાં માનતા હતા. એટલે તે પણ નીચી જાતિના લોકોને નફરત કરતી હતી. તે જણાવે છે: ‘જ્યારે મેં જોયું કે તેઓ ઘણી મુશ્કેલીમાં જીવી રહ્યા છે, ત્યારે મને થયું જો મારો જન્મ એવા પરિવારમાં થયો હોત તો મને કેવું લાગ્યું હોત? મને અહેસાસ થયો કે હું તેઓ કરતાં કોઈ પણ રીતે ચઢિયાતી નથી. મેં એવું કોઈ મોટું કામ કર્યું ન હતું કે હું પોતાના પર ગર્વ કરી શકું. બસ એટલું જ કે અમે અલગ અલગ જાતિમાં જન્મ્યા.’ જો આપણે એ સમજવાની કોશિશ કરીશું કે બીજાઓ પર શું વીતે છે તો તેઓ વિશે ખોટી ધારણા નહિ બાંધીએ. પણ તેઓ સાથે પ્રેમથી વર્તીશું.

આપણે શું કરી શકીએ?

તમારામાં અને એ સમાજના લોકોમાં કઈ બાબત એકસરખી છે એનો વિચાર કરો. જેમ કે, આવા સંજોગોમાં તેઓને કેવું લાગે છે:

બીજાઓ પ્રત્યે હમદર્દી રાખવાથી આપણે જોઈ શકીએ છીએ કે તેઓ આપણા જેવા જ છે

  • પોતાના કુટુંબ સાથે બેસીને જમે છે

  • આખો દિવસ કામ કરીને ઘરે પાછા આવે છે

  • પોતાના મિત્રો સાથે સમય વિતાવે છે

  • પોતાને ગમતાં ગીતો સાંભળે છે

તેઓની જગ્યાએ પોતાને મૂકો. પછી વિચારો:

  • ‘કોઈ મારું અપમાન કરે તો મને કેવું લાગશે?’

  • ‘મારા વિશે કંઈ પણ જાણ્યા વગર કોઈ ખોટી ધારણા બાંધી લે તો મને કેવું લાગશે?’

  • ‘હું એ સમાજનો હોત તો લોકોનું કેવું વર્તન મને ગમશે?’