એણે તેનો વિશ્વાસ દૃઢ કર્યો
એણે તેનો વિશ્વાસ દૃઢ કર્યો
ન્યૂ યૉર્ક શહેરમાં રહેતી એક સ્ત્રીએ ૩૨ પાનની મોટી પુસ્તિકા, શું ક્યારેય યુદ્ધ વિનાનું જગત હશે? (અંગ્રેજી) સંબંધી લખ્યું: “એ મોટી પુસ્તિકા વાંચવાની મને એટલી તો મઝા આવી કે તમને લખીને જણાવવાનું મને મન થયું. જોકે હું યહુદી નથી. મારી મમ્મી યહોવાહની સાક્ષી છે અને મને તેના ધર્મ પ્રમાણે ઉછેરી છે. તેમ છતાં, એ મોટી પુસ્તિકા વાંચીને હું એટલી પ્રભાવિત થઈ જેટલી બીજા કોઈ સાહિત્યથી થઈ નથી!
“શરૂઆતમાં હું એ વાંચતા અચકાતી હતી કારણ કે મને લાગતું હતું કે એ તો ખાસ કરીને યહુદીઓના રસનો વિષય છે, તેથી મને કંઈ સમજ નહિ પડે. પરંતુ મારી ધારણા ખોટી હતી. એમાં દરેક માહિતી સ્પષ્ટ અને સમજી શકાય એ રીતે રજૂ કરવામાં આવી છે.”
ખરેખર, ઇતિહાસમાં અમુક લોકોએ ખૂબ યાતના ભોગવી છે. એમાં યહુદીઓનો પણ સમાવેશ થાય છે, જેઓએ ખાસ કરીને ગઈ સદીમાં જે મોટી કત્લેઆમ થઈ હતી એમાં ખૂબ સહન કર્યું છે. શું ક્યારેય યુદ્ધ વિનાનું જગત હશે? મોટી પુસ્તિકા વાંચવાનું અમે તમને આમંત્રણ આપીએ છીએ. એમાં આવા વિષયોની ચર્ચા કરવામાં આવી છે, જેમ કે “શા માટે પરમેશ્વર દુઃખોને ચાલવા દે છે?” “સાચા પરમેશ્વરને ઓળખવાનો અર્થ શું થાય છે?” અને “પ્રજાઓને શાંતિમાં કોણ દોરી જશે?”
તમે નીચેની કૂપન ભરીને વધુ માહિતી મંગાવી શકો છો. આ કૂપન પર આપેલા અથવા આ સામયિકના પાન ૫ પર આપવામાં આવેલા યોગ્ય સરનામે લખો. (g01 6/22)
□ શું ક્યારેય યુદ્ધ વિનાનું જગત હશે? (અંગ્રેજી) મોટી પુસ્તિકા વિષે મને વધુ માહિતી મોકલો.
□ વિનામૂલ્યે બાઇબલની ચર્ચા કરવા મારો સંપર્ક સાધો.