સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

લક્કડખોદનું ઘા ઝીલતું અજોડ માથું

લક્કડખોદનું ઘા ઝીલતું અજોડ માથું

આનો રચનાર કોણ?

લક્કડખોદનું ઘા ઝીલતું અજોડ માથું

● જો તમે આશરે ૮૦-૧૦૦ ગ્રૅવિટી ફોર્સથી માથું હલાવો, તો બેભાન થઈ જાઓ. જ્યારે કે લક્કડખોદ ઝાડમાં કાણું પાડવા લગભગ ૧,૨૦૦ ગ્રૅવિટી ફોર્સથી ચાંચ મારે, તોય તેને કંઈ થતું નથી. સવાલ થાય કે લક્કડખોદ કઈ રીતે એમ કરી શકે છે?

જાણવા જેવું: સંશોધકોને જાણવા મળ્યું છે કે લક્કડખોદનું માથું ચાર ખાસ ઘટકોથી બનેલું છે.

૧. મજબૂત તેમ જ કોમળ ચાંચ

૨. રબર જેવા સ્નાયુઓથી લપેટાયેલી ખોપરી

૩. ખોપરીમાં પોચાં હાડકાં

૪. મગજ અને ખોપરી વચ્ચે સહેજ જગ્યામાં મસ્તિષ્ક જળ

આ ચાર ઘટકો શૉક એબ્સોર્બર્સની જેમ કામ કરે છે. એટલે જ લક્કડખોદ એક સેકન્ડમાં ૨૨ વ ખત ઝાડમાં ચાંચ ભોંકે તોય એના મગજને કોઈ ઈજા થતી નથી.

લક્કડખોદના માથા પરથી સંશોધકોને ૬૦,૦૦૦ ગ્રૅવિટી ફોર્સનું દબાણ સહી શકે એવી પેટી બનાવવાની પ્રેરણા મળી. એમાં સફળ થશે તો જતા દિવસે એના અનેક ફાયદાઓ થશે. જેમ કે, ઍરોપ્લેનમાં આવેલા ફ્લાઇટ રેકોર્ડરનું વધુ સારી રીતે રક્ષણ થશે. હાલનું રેકોર્ડર આશરે ૧,૦૦૦ ગ્રૅવિટી ફોર્સનું દબાણ ઝીલી શકે છે. ઇંગ્લૅંડમાં આવેલી ક્રેનફિલ્ડ યુનિવર્સિટીમાં કીમ બ્લેકબર્ન એન્જિનિયર છે. તે કહે છે કે લક્કડખોદના માથા પરથી શીખવા મળ્યું છે કે ‘કુદરતી બાબતોની રચના ખૂબ જ જટિલ છે. તોય કુદરતી રચનાની મદદથી અશક્ય લાગે એવી બાબતો પણ સમજી શકાય છે.’

વિચારવા જેવું: ઘા ઝીલતું લક્કડખોદનું માથું શું પોતાની મેળે આવ્યું કે પછી કોઈકે બનાવ્યું છે? (g12-E 01)

[પાન ૩૦ પર ડાયગ્રામ]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

[પાન ૩૦ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

લાલ માથાવાળું લક્કડખોદ: © 2011 photolibrary.com