ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ એપ્રિલ ૨૦૧૪

આ અંકમાં આપણે જોઈશું કે કેવી રીતે આપણે મુસા જેવી શ્રદ્ધા રાખી શકીએ. યહોવા કુટુંબની જવાબદારીને કેવી ગણે છે અને એને પૂરી કરવા યહોવા આપણને કેવી મદદ પૂરી પાડે છે?

મુસાની શ્રદ્ધાને અનુસરીએ

પોતાની ઇચ્છાઓને નકારવા અને ભક્તિના લહાવાની કદર કરવા મુસાને શ્રદ્ધા દ્વારા કેવી મદદ મળી? મુસાએ શા માટે ‘જે ફળ મળવાનું હતું એ તરફ જ લક્ષ્ય રાખ્યું?’

શું તમે “અદૃશ્યને” જુઓ છો?

યહોવામાં શ્રદ્ધા રાખવાથી મુસાને કઈ રીતે માણસોના ડરથી રક્ષણ મળ્યું અને તે કઈ રીતે ઈશ્વરનાં વચનોમાં શ્રદ્ધા રાખી શક્યા? યહોવા સાચે જ એક વ્યક્તિ છે અને તમને મદદ કરવા માંગે છે, એવું જોવા માટે શ્રદ્ધા રાખો.

જીવન સફર

પૂરા સમયની સેવા​—⁠મને ક્યાં લઈ આવી છે!

જાણો કે શા માટે રોબર્ટ વોલને કહ્યું કે પૂરા સમયની સેવામાં વિતાવેલાં ૬૫ વર્ષોમાં તેમને જીવનમાં હેતુ અને અઢળક આશીર્વાદો મળ્યાં છે.

કોઈથી બે માલિકની ચાકરી કરાય નહિ

પૈસા કમાવવા અમુક લોકો વિદેશ ગયા છે. જુદા રહેવાથી કઈ રીતે લગ્નને, બાળકોને અને યહોવા સાથેના સંબંધોનેઅસર થાય છે?

હિંમત રાખો​—⁠યહોવા તમારો સહાયક છે!

નોકરી માટે વિદેશ ગયેલા એક પિતાએ કઈ રીતે પોતાના કુટુંબ સાથે ફરી સંબંધ ગાઢ બનાવવા પ્રયત્નો કર્યા? યહોવાએ તેમને પોતાના કુટુંબનું ભરણપોષણ કરવાં કઈ રીતે મદદ કરી?

યહોવાની નજરની, શું તમે કદર કરો છો?

ચાલો પાંચ એવી રીતો જોઈએ જેના દ્વારા ઈશ્વર આપણી પ્રેમાળ કાળજી રાખે છે અને જોઈએ કે એમાંથી આપણે શું લાભ મેળવી શકીએ.

શું તમે જાણો છો?

બાઇબલના સમયોમાં, કોઈ વ્યક્તિ પોતાનાં કપડાં ફાડે તો એનો શો અર્થ થતો?