સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ગાલીલમાં બીરીયા નામનું જંગલ (નીચે)

શું તમે જાણો છો?

શું તમે જાણો છો?

બાઇબલમાં પ્રાચીન ઈસ્રાએલને જંગલોથી છવાયેલા પ્રદેશ તરીકે રજૂ કરવામાં આવ્યો છે. શું ખરેખર એમ હતું?

બાઇબલમાં જણાવ્યા પ્રમાણે વચનના દેશનો અમુક ભાગ જંગલોથી છવાયેલો હતો અને ત્યાં ‘ઘણાં બધાં’ વૃક્ષો હતાં. (૧ રાજા. ૧૦:૨૭; યહો. ૧૭:૧૫, ૧૮) પરંતુ, આજે એ દેશના મોટા ભાગમાં વેરાન વિસ્તાર જોતા, કેટલાક લોકો શંકા ઉઠાવે છે કે શું ત્યાં ક્યારેય જંગલો હતાં.

એક પ્રકારના અંજીરનું ઝૂમખું

બાઇબલ સમયના ઈસ્રાએલમાં જીવન (અંગ્રેજી) પુસ્તક જણાવે છે: ‘આજની સરખામણીમાં પ્રાચીન સમયના ઈસ્રાએલમાં જંગલો ઘણાં વધારે હતાં.’ પહાડી પ્રદેશો મોટા ભાગે દેવદાર, ઓક અને એલોન વૃક્ષોથી છવાયેલા હતા. ભૂમધ્ય સમુદ્ર કાંઠો અને મધ્ય પહાડી વિસ્તારમાં શેફેલાહ નામનો પ્રદેશ છે. એ વિસ્તારમાં એક ખાસ પ્રકારનું અંજીરનું વૃક્ષ મોટી સંખ્યામાં જોવા મળતું હતું.

બાઇબલ સમયના વૃક્ષો (અંગ્રેજી) પુસ્તક જણાવે છે કે આજના સમયમાં ઈસ્રાએલના અમુક ભાગોમાં વૃક્ષો બિલકુલ જોવાં મળતાં નથી. એનું કારણ શું છે? એ પુસ્તક સમજાવે છે કે ધીમે ધીમે એવી પરિસ્થિતિ સર્જાઈ છે. પુસ્તકમાં લખ્યું છે: ‘મનુષ્યો કુદરતને સતત નુકસાન પહોંચાડતા આવ્યા છે. તેઓએ ખેતરો અને ઢોરઢાંક ચરાવવાની જગ્યા ઊભી કરવાના સ્વાર્થી ઇરાદાથી જંગલોનો સફાયો કર્યો. તેમજ, ઇમારતો અને ઈંધણ મેળવવા માટે પણ જંગલો નાશ કર્યાં.’