સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલ સવાલોના જવાબો

બાઇબલ સવાલોના જવાબો

શેતાનને કોણે બનાવ્યો?

શેતાનને ઈશ્વરે બનાવ્યો ન હતો. ઈશ્વરે તો એક સારો દૂત બનાવ્યો હતો, જે સમય જતાં બગડી ગયો. એટલે, તે શેતાન તરીકે ઓળખાય છે. ઈસુએ પણ જણાવ્યું હતું કે શેતાન એક સમયે સારો હતો અને તેનામાં કોઈ બૂરાઈ ન હતી. શરૂઆતમાં શેતાન સ્વર્ગમાં સારો દૂત હોવાથી ઈશ્વરનો દીકરો કહેવાતો.—યોહાન ૮:૪૪ વાંચો.

સારો દૂત કઈ રીતે દુષ્ટ બની શકે?

એ દૂતે ઈશ્વરનો વિરોધ કરવાનું પસંદ કર્યું. પ્રથમ યુગલને પણ એમ કરવાનું ઉત્તેજન આપ્યું. આમ તે ખુદ ઈશ્વરનો વિરોધી બન્યો, એટલે તે શેતાન કહેવાયો.—ઉત્પત્તિ ૩:૧-૫; પ્રકટીકરણ ૧૨:૯ વાંચો.

બધા સ્વર્ગદૂતો પાસે સારું અને ખરાબ કરવાની પસંદગી હતી. શેતાન પાસે પણ એ પસંદગી હતી. પણ તે ચાહતો હતો કે બધા તેની ભક્તિ કરે. ઈશ્વરની કૃપા પામવાને બદલે તેને સૌથી મહાન બનવાની ઇચ્છા હતી.—માથ્થી ૪:૮, ૯; યાકૂબ ૧:૧૩, ૧૪ વાંચો.

શેતાન આજે મનુષ્યને કઈ રીતે અસર કરે છે? તેનાથી શું તમારે ડરવું જોઈએ? આવા સવાલોના જવાબ તમે બાઇબલમાંથી મેળવી શકો છો. (w13-E 02/01)

વધુ માહિતી માટે યહોવાના સાક્ષીઓએ બહાર પાડેલા આ પુસ્તકનું પ્રકરણ દસ જુઓ