ગીત ૨૪
ચાલો યહોવાના પહાડ પર જઈએ
-
૧. એક મોટા પહાડ પર
નજર તો મારી ઠરે
ચારેય દિશાથી લોકોનો
પ્રવાહ છે વહે
ઈશ્વરના પહાડ પર
ચાલો આપણે સૌ જઈએ
તેના ચરણોમાં રહ્યે
તેના નિયમ ભણ્યે
તેનો હાથ પક્ડ્યે
માર્ગેથી ન કદી ભટક્યે
તરછોડે દુન્યા પણ
ઈશ્વરનો સાથ કદી ન છોડ્યે
ઈશ્વરના પહાડ પર
હંમેશાં માટે રહ્યે
તેના પ્રેમની મીઠી
ખૂશબૂ ફેલાવતા રહ્યે
-
૨. સોંપ્યું તને મને
ઈસુએ પ્રેમથી એક કામ
સૌને કહ્યે કે નેક દિલને
બચાવશે ભગવાન
દુન્યાના અંત સુધી
ઈસુ છે બધાની સાથ
યાહનો બોલ સાંભળીને
ગરીબનું મન થાય ધનવાન
આંખ તેની છલકાય જાય
આનંદ તો હૈયામાં ન સમાય
યહોવાને ભજવા
ને સ્તુતિથી દુઆને સજવા
તે ચાલી નીકળે ને
સાથે બીજાને લઈ જાય
યાહના પહાડ પર
યુગોના યુગ સુધી રહેવા
(ગીત. ૪૩:૩; ૯૯:૯; યશા. ૬૦:૨૨; પ્રે.કા. ૧૬:૫ પણ જુઓ.)