ગીત ૫૩
પ્રચાર કરવા જઈએ
-
૧. થઈ સવાર
જાગ્યે આપણે
ચાલો જઈએ પ્રચારમાં
ગર્જે છે વાદળ
ઝરે ધીમો વરસાદ
આંખો ઘે-રા-ય છે, આવે છે
મીઠી ઊંઘ
(ટેક)
ચાલો જવા તૈયાર સૌ થઈએ
દિલમાં ઉમંગ જાગશે
પ્રાર્થના યહોવાને ક-રી-એ
હિંમત આપશે
હજારો દૂતો આપણી સંગે
પ્રચારમાં સાથ આપશે
ઊભા છે ભાઈ-બહેનો પડખે
હાથ ન છોડશે
-
૨. મહેનતનાં
ફળ છે મીઠાં
હંમેશાં રાખ્યે એ યાદ
ઈશ્વર ન ભૂલે
આપણી મહેનત બધી
ઈશ્વરની કૃપા છે, આપણા પર
હંમેશાં
(ટેક)
ચાલો જવા તૈયાર સૌ થઈએ
દિલમાં ઉમંગ જાગશે
પ્રાર્થના યહોવાને ક-રી-એ
હિંમત આપશે
હજારો દૂતો આપણી સંગે
પ્રચારમાં સાથ આપશે
ઊભા છે ભાઈ-બહેનો પડખે
હાથ ન છોડશે
(સભા. ૧૧:૪; માથ. ૧૦:૫, ૭; લૂક ૧૦:૧; તિત. ૨:૧૪ પણ જુઓ.)