ગીત ૬૧
હિંમત ન હારો!
-
૧. હિંમત રાખો, તમે કોઈથી ન ડરો
સંદેશની મશાલ હાથમાં રાખીને ચાલો
શેતાનનો સામનો કર’યે આપણે
મળીને સાથે એને તો હરાવ્યે
(ટેક)
રાખી દિલ કઠણ તમે, હિંમત ન હારો
સંદેશ રાજ્યનો હાથમાં રાખીને ચાલો
ગજાવી દો સૌ યહોવાનો જયજયકાર
બસ તે એક જ સર્વ શક્તિમાન છે
-
૨. આપણે હવે કદી ડગવાનું નથી
આ દુન્યાનો હાથ હવે પકડવો નથી
જો લઈએ યહોવાનો આધાર
નથી કોઈ જ આપણને હરાવનાર
(ટેક)
રાખી દિલ કઠણ તમે, હિંમત ન હારો
સંદેશ રાજ્યનો હાથમાં રાખીને ચાલો
ગજાવી દો સૌ યહોવાનો જયજયકાર
બસ તે એક જ સર્વ શક્તિમાન છે
-
૩. આજે લોકો જરાય સાંભળતા નથી
સંદેશ ઈશ્વરના રાજનો ગણકારતા નથી
એક દિવસ હવે એવો આવશે
શરમના માર્યા માથું નીચું કરશે
(ટેક)
રાખી દિલ કઠણ તમે, હિંમત ન હારો
સંદેશ રાજ્યનો હાથમાં રાખીને ચાલો
ગજાવી દો સૌ યહોવાનો જયજયકાર
બસ તે એક જ સર્વ શક્તિમાન છે
(નિર્ગ. ૯:૧૬; ફિલિ. ૧:૭; ૨ તિમો. ૨:૩, ૪; યાકૂ. ૧:૨૭ પણ જુઓ.)