સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જુલાઈ ૮-૧૪

ગીત ૧૩૮ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. યહોવા કદી બદલાતા નથી અને તે આપણું રક્ષણ કરે છે

(૧૦ મિ.)

યહોવા મજબૂત કિલ્લા જેવા છે (ગી ૬૧:૩; it-2-E ૧૧૧૮ ¶૭)

યહોવા આપણને તેમના મંડપમાં મહેમાન તરીકે રહેવા દે છે (ગી ૬૧:૪; it-2-E ૧૦૮૪ ¶૮)

યહોવા ખડક જેવા છે, તે કદી બદલાતા નથી (ગી ૬૨:૨; માલ ૩:૬; w૦૨ ૪/૧૫ ૧૬ ¶૧૪)


પોતાને પૂછો: ‘યહોવાને ઓળખવાથી અને તેમના પર ભરોસો રાખવાથી મારું જીવન કઈ રીતે વધારે સારું બન્યું છે?’

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ગી ૬૨:૧૧—“શક્તિ ઈશ્વરની જ છે” એનો અર્થ શું થાય? (w૦૬ ૬/૧ ૮ ¶૧૩)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૩ મિ.) તક મળે ત્યારે પ્રચાર. એવી વ્યક્તિ સાથે વાત શરૂ કરો, જે તમારી સાથે સારી રીતે વર્તી હોય. (lmd પાઠ ૨ મુદ્દો ૩)

૫. ફરી મળવા જાઓ

(૪ મિ.) ઘર ઘરનો પ્રચાર. વ્યક્તિને JW લાઇબ્રેરી એપ વિશે જણાવો અને એને કઈ રીતે ડાઉનલોડ કરવી એ બતાવો. (lmd પાઠ ૭ મુદ્દો ૪)

૬. ટૉક

(૫ મિ.) w૨૨.૦૨ ૪-૫ ¶૭-૧૦—વિષય: સંગઠન તરફથી માર્ગદર્શન મળે ત્યારે યહોવા પર ભરોસો રાખીએ. (th અભ્યાસ ૨૦)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૨

૭. કંઈ પણ “આપણને ઈશ્વરના પ્રેમથી જુદા પાડી શકશે નહિ”

(૧૦ મિ.) ચર્ચા.

વીડિયો બતાવો. પછી પૂછો:

  • સતાવણીના સમયે યહોવાએ કઈ ખાસ રીતોએ નિરેન્ડાભાઈની કાળજી લીધી?

૮. યહોવાના દોસ્ત બનો—બાપ્તિસ્મા લેવા મારે શું કરવું જોઈએ?

(૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી શક્ય હોય તો, બાળકોને સ્ટેજ પર બોલાવો અને તેઓને આ સવાલો પૂછો: બાપ્તિસ્મા લેવા માટે ઉંમર કરતાં વધારે મહત્ત્વનું શું છે? બાપ્તિસ્મા લેવા શું કરવું જોઈએ?

૯. મંડળમાં બાઇબલ અભ્યાસ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૩૧ અને પ્રાર્થના